શ્રી સરયુ તીથૅ રામજી મંદિર પ્રેમદરવાજા ૨૦૦ વષર્થી વધારે આ મંદિરની ગાથા છે. વિશ્વમાં
"સરયુનાથ મંદિર "આ નામ પરથી આ એક જ મંદિર છે. આ મંદિરનું નામ મંદિર ના સૌથી
પહેલાં મહંત શ્રી સરયુ મહારાજના નામ પરથી પડ્યું છે.
અયોધ્યામાં જેટલા ઉત્સવો થાય છે તેટલા ઉત્સવો અહીં પણ ઉજવવામાં આવે છે. આ
મંદિરનું ટ્રસ્ટ બીજા અન્ય મંદિરના વહીવટ પણ સંભાળે છે .
Temple History
સરયુ મહારાજનું નામ પહેલાં ભોગીલાલ હતું. તે ગામ બાબલા ‐ પાટડી ના હતા. તેમને તેમના મામા શ્રીએ પરણાવેલા.
તેમને ભગવાનમાં અને સત્સંગમાં ઘણો જ રસ હતો. દુકાનમાં કામ કરી રહયા હતાં ત્યારે એક
વાર ગામમાથી સંઘ જતો હતો ત્યારે તેમને પણ જવાની ઇચ્છા થઇ . તેમણે તેમના ગુરુ ને
સાથે આવવા માટે વિનંતી કરી ,પણ ગરુ એ પહેલાં ઘરમાં તેમનાં પત્નિની રજા લેવા માટે કહ્યું.જ્યારે તેઓ સંઘમાં જવાની રજા લેવા ઘરે ગયા ત્યારે તેમના પત્નિ મરણપથારીએ
અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા. તેમના પત્નિએ રાજીખુશીથી રજા આપી તેમને જવા માટે કહ્યું . તે
પછી તેમણે દિક્ષા ગ્રહણ કરી , ભોગીલાલમાથી તેમનું નામ સરૈયાદાસ થયા. તેઓ કથા
વાંચતા.
આ મંદિરના સરયુદાસ સૌથી પહેલાં મહંત હતાં. ત્યાર પછી દામોદર મહારાજ, શ્રી સુરજપ્રકાશદાસજી, શ્રી રામશરણદાસજી અને અત્યારે હાલ શ્રી શિવરામદાસજી મહતં પદેરહી મંદિરમા સેવા આપી રહ્યા છે. લોકવાયકા પ્રમાણે આ એક ચમત્કારી મંદિર છે. એક વખત
સરયુ મહારાજ નિત્યક્રમ મુજબ સ્નાન કરવા માટે સાબરમતી નદી કિનારે ગયા હતા. સ્નાન
કરી પાછા ફરતા હતા ત્યારે તેમણે એક ગધેડાને પગે ઇજાગ્રસ્ત થયેલો જોયો, તો તેઓ
ગધેડાની સારવાર માટે થોડો સમય ત્યાં જ રોકાયા. પરંત નિત્યક્રમ પ્રમાણે તેમને મંદિરમાં
કથા વાંચવાના સમયમાં થોડીવાર લાગી. તેમની કથા સાંભળવા માટે ઘણા ભક્તો મંદિરમાં
આવતા હતા. તેમને લાગ્યુંકે કથા સાંભળવા માટે ભક્તો રાહ જોઇ રહ્યા હશે , તેઓ ગધેડાની
સારવાર કરીને ત્યાંથી મંદિર જવા માટે નીકળ્યા . ત્યારે તેઓ મંદિર પહોચ્યાં તો તેમને જોયું
કે તેમના સ્વર્રૂપમાં સાક્ષાત શ્રી રામજી ભગવાન ત્યાં પ્રગટ થઇ ભક્તોને કથા સંભળાવી હતી.
અને આ રીતે શ્રી રામજી ભગવાને તેમનાં આ પરમ ભકતની લાજ રાખી હતી .માટે કહેવાય છે
કે આ મંદિર ચમત્કારીક છે .