કાંકરિયા હનુમાનજી મંદિરનું નામ કાંકરિયા તળાવ પરથી રાખવામાં આવ્યું છે. મંદિરમાં ૩૦ જેટલા ભક્તો રહે છે. જેમાં સાધુસંતો બીજા માળે ૫ રૂમોની સુવિધા છે ત્યાં રહે છે. અહિં ૨૪કલાક સતત રામધ ુન થાય છે. તે એક દિવસમાં ૬- ૬કલાકની ૪ પાળી હોય છે અને ૩વ્યક્તિઓ બેસીને રામધુન કરે છે. એક વ્યક્તિદિઠ ૩૦૦૦ વેતન ચુકવવામાં આવે છે.તે ભક્તોનુ રહેવા અને જમવાનુ મંદિરમાં જ ગોઠવવામાં આવે છે. દર શનિવારે સુંદર કાંડનુ આયોજન કરવામાં આવે છે. અહિં દરરોજ સાંજે ૮વાગે ગરીબોને રામરોટી જમાડવામાં આવે છે.
• અહિં દરેક તહેવારમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમ કે, રામનવમીના દિવસે મંદિરમાં સજાવટ કરવામાં આવે છે. ૧૨વાગે આરતી કરીને થાળ કરવામાં આવે છે.
• ચૈત્રી પૂનમ હનુમાનજયંતિના દિવસે ભંડારો કરવામાં આવે છે.
• દિવાળીના દિવસે આરતી કરીને લાડવાનો ભોગ કરીને થાળ અર્પણ કરવામાં આવે છે.
• દેવ દિવાળીના શુભ અને મંગલકારી દિવસે ભવ્ય અન્ન્નકુટ કરવામાં આવે છે. જેમાં અલગ- અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ એ પ્રસાદીના પેકેટ બનાવીને ભક્તોને આપવામાં આવે છે.
• જન્માષ્ટમીના દિવસે પારણું બાંધીને બે દિવસ સુધી દર્શનનો લાભ લેવામાં આવે છે.
• શ્રાવણ મહિનામાં પારાયણનુ આયોજન કરવામાં આવે છે.
દરરોજ મંદિરનો સમય :
♣ સવારે મંદિર ખુલવાનો સમય – ૬:૦૦ વાગ્યે
♣ સવારે આરતીનો સમય - ૭:૦૦ વાગ્યે
♣ ભગવાનના થાળનો સમય - ૧૦:૩૦ વાગ્યે
♣ ભગવાનના દર્શનનો સમય - ૬ થી ૧૨ વાગ્યે
♣ ભગવાનના દર્શન બંધ કરવાનો સમય - ૧૨ થી ૪ વાગ્યા સુધી
♣ સાંજના થાળનો સમય - ૪ થી ૬:૩૦ વાગ્યા સુધી
♣ સાંજની આરતીનો સમય - ૭:૦૦ વાગ્યે
♣ સાંજના દર્શનનો સમય - ૭ થી ૯ વાગ્યા સુધી
♣ રાત્રે મંદિર બંધનો સમય - ૯:૦૦ વાગ્યે
શનિવારે મંદિરનો સમય:
♣ સવારે મંદિર ખુલવાનો સમય – ૫:૦૦ વાગ્યે
♣ ભગવાનના દર્શન બંધ કરવાનો સમય – ૧૨:૩૦ થી ૪ વાગ્યા સુધી
♣ સાંજના દર્શનનો સમય - ૭ થી૧૨વાગ્યા સુધી
♣ રાત્રે મંદિર બંધનો સમય -૧૨:૦૦ વાગ્યે